GSTR 9 વાર્ષિક રિટર્ન શું છે?
- Posted on Jul 24, 2020
- |
- By Vishal Satwara
GSTR 9 વાર્ષિક રિટર્ન જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતા દ્વારા વર્ષમાં એકવાર ફાઈલ કરવામાં આવે છે. આ રિટર્નમાં જુદા જુદા ટેક્સ હેડ સાથે ની આખા વર્ષ દરમિયાન કરવામાં આવતી વેચાણ અને ખરીદી ની માહિતી શામેલ છે. તે આખા વર્ષ દરમિયાન તમામ GSTR-3B અને GSTR-1 ફાઈલ કરેલા રિટર્નનું એકત્રીકરણ છે અને ડેટાને સમાધાન કરવાની તક આપે છે.
GSTR 9 વાર્ષિક રિટર્ન કોણે ફાઇલ કરવાનું છે?
- બધા સામાન્ય કરદાતાઓ કે જેઓ GSTR-3B અને GSTR-1 ફાઈલ કરી રહ્યા છે. ( SEZ units & SEZ developer સહિત)
- કમ્પોઝિશન કરદાતા જે વર્ષ દરમિયાન સામાન્ય કરદાતામાં બદલાઈ ગયા હોય.
GSTR 9 વાર્ષિક રિટર્ન કોણે ફાઇલ કરવાની જરૂર નથી?
- કરદાતા જેણે કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધણી કરાવી હોય. (તેઓએ GSTR-9A એ ફાઇલ કરવાનું હોય છે.)
- કેઝ્યુઅલ કરદાતા
- ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટરર્સ
- બિન-નિવાસી કરદાતા
- TSD u/s 51 માં ટેક્સ ભરતાં વ્યક્તિઓ
છેલ્લી તારીખ, લેટ ફી અને પેનલ્ટી?
2018-19 માટે GSTR 9 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2020 છે.
જો તમે નિયત સમય માં GSTR 9 ફાઇલ ના કરો તો દરરોજ ની ₹200 લેટ ફી લાગશે. (₹100 CGST + ₹100 SGST). આ કરદાતાના મહત્તમ 0.25% ટર્નઓવરને આધિન છે.
GSTR 9 વાર્ષિક રિટર્ન માં કઈ વિગતો ભરવાની રહેશે?
GSTR 9 ને 6 ભાગ અને 19 વિભાગમાં વહેંચવામાં આવેલ છે. દરેક ભાગ વિગતો માટે પૂછે છે જે તમારા અગાઉ ફાઇલ કરેલા રિટર્ન માંથી ઓટો-પોપ્યુલેટ કરેલી હશે.
પાર્ટ I: બેઝિક વિગતો
પાર્ટ II: નાણાકીય વર્ષ દરમિયાન રિટર્ન માં દર્શાવેલ સેલ્સની વિગતો
પાર્ટ III: નાણાકીય વર્ષ દરમિયાન રિટર્ન માં દર્શાવેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધેલ તથા રિવર્સ કરી હોય તેની વિગતો
પાર્ટ IV: નાણાકીય વર્ષ દરમિયાન રિટર્ન માં દર્શાવેલ ટેક્સ તથા ભરેલ ટેક્સ ની વિગતો
પાર્ટ V: અગાઉના નાણાકીય વર્ષ માટેના વ્યવહારોની વિગતો વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના રિટર્ન માં અથવા અગાઉના નાણાકીય વર્ષના વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ જે પણ પેહલા હોય એ (Table 10 to 14)
પાર્ટ VI: અન્ય માહિતીઓ
જો તમને GSTR 9 વાર્ષિક રીટર્ન ફાઇલ કરવામાં સહાયની જરૂર હોય, તો કૃપા કરીને અમને +91 7777996672 પર સંપર્ક કરો.
- Posted on Jul 24, 2020
- |
- By Vishal Satwara
- |
- 0 Comments
Leave a Reply